09 Nov બાજરીના લાડુ
- એક કડાઈમાં અડધું ઘી ગરમ કરો, થોડુંક ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદર ઉમેરો.
- ગુંદર સારી રીતે ફૂલીને અંદર સુધી શેકાયા પછી તેને પ્લેટમાં બહાર કાઢી લેવો.
- કડાઈમાં બાકી રહેલા ઘીમાં બાજરીનો લોટ નાંખો અને રંગ બદલાઈ જાય ત્યાં સુધી તેને ચમચાથી સતત હલાવ્યા કરો.
- લોટ ભીનો લાગે એટલું ઘી કડાઈમાં ન હોય તો લોટ વધારે શેકતા પહેલા થોડું ઘી ઉમેરી લો.
- ઘી લોટથી અલગ થવા માંડે અને તેમાંથી સુગંધ આવવા લાગે ત્યાં સુધી લોટને શેકો.
- લોટ શેકવામાં લગભગ 10-15 મિનિટ લાગે છે.
- લોટ શેકાય જાય એટલે તેને બાઉલમાં તરત જ કાઢી લો, નહીંતર કડાઈ ગરમ હોવાથી લોટ બળી જવાની શક્યતા રહે છે.
- ગોળના નાના- નાના ટુકડા કરી નાંખો.
- કડાઈમાં બાકી રહેલું ઘી ગરમ કરીને ગોળના ટુકડા નાંખો અને ગોળને ખૂબ જ ધીમી આંચ પર ઓગાળો.
- ગોળ ઓગળે ત્યારે તરત જ તેને કડાઈમાંથી કાઢી લો નહીંતર ગોળનો પાયો કડક થઈ જતા લાડવા કઠણ બનશે .
- બદામ અને કાજુને નાના નાના ટુકડા કરી શેકેલા લોટમાં નાંખો.
- હવે છીણેલું નારિયેળ, શેકેલા ગુંદરનો પાઉડર, ઇલાયચી પાઉડર અને ઓગાળેલો ગોળ નાંખીને બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.
- લાડુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે.
- મિશ્રણમાંથી થોડું મિશ્રણ લો અને તમને ગમે તે સાઇઝના લાડુ બનાવો.
- આટલા લોટથી લગભગ 10-12 મધ્યમ લાડુ તૈયાર થશે.
Sorry, the comment form is closed at this time.