09 Nov ફણસનું શાક
- સૌ પ્રથમ ફણસના ટુકડા મીડિયમ સાઇઝના કરવા પછી એક કડાઈમાં તેલ ગરમ કરી ફણસને તળી લેવા.
પેસ્ટ બનાવવા માટે:
- એક મિક્સરમાં દાળિયા, ખસખસ, કોપરાનું છીણ, શાહજીરું, મીઠું નાંખી તેની પેસ્ટ બનાવવી.
મસાલો:
- તમાલપત્ર, તજ, એલચી, કાળી મરી, લવિંગ, જાવિત્રી, જીરું, આદું- મરચાંની પેસ્ટ, મીઠું, પાણી નાંખી મિક્સરમાં પીસી મસાલો તૈયાર કરવો.
- હવે એક કડાઈમાં તેલ-8 ટેબલસ્પૂન લઈ તેને ગેસ પર ગરમ કરવું.
- પછી તેમાં પીસેલો મસાલો, લાલ મરચું નાંખી 5 મિનિટ સુધી પકાવવું.
- પછી તેમાં હળદર, ધાણાજીરું નાંખી તેમાં દાળિયાની પેસ્ટ નાંખી પકાવવું.
- પછી તેમાં ફણસ નાખવી હલાવવું. તેમાં મીઠું, અડધો ગ્લાસ પાણી, આમચૂર પાઉડર, કસૂરી મેથી નાંખી 2 મિનિટ પકાવવૂ.
- છેલ્લે કોથમીર નાખવી.
Sorry, the comment form is closed at this time.