09 Nov પેસ્ટ્રી કેક
- એક વાસણમાં મેંદો, બેકિંગ સોડા, બેકિંગ પાઉડર, કોકો પાઉડર, ખાંડ બધું ચારણીથી ચાળીને લઈ લેવું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવું.
- એક વાડકામા રૂમ ટેમ્પરેચરનું દૂધ લેવું તેમાં લીંબુ અથવા વિનેગર નાંખી 5 મિનિટ સાઇડમાં મૂકી રાખવું.
- હવે એક મોટા બાવુલમાં મેંદાનું ચાળેલું મિશ્રણ લઈ તેમાં કૂકિંગ ઓઇલ નાંખી બરાબર હલાવી લેવું.
- પછી દૂધવાળું જે મિશ્રણ તૈયાર કર્યું છે તે નાંખી કોરા લોટની એક પણ ગોળી ના રહી જાય એ રીતે બરાબર એકસરખું હલાવી લેવું.
- 7 ઇંચનું ચોરસ કેક મોલ્ડ લઈ તેને તેલ અને લોટ છાંટી તૈયાર કરી લો.
- બનાવેલું કેકનું મિશ્રણ કેક પેનમાં લઈ લો અને થોડું થપથપાવી એકસરખું કરો.
- ઓવનને 180 ડિગ્રી પર 10 મિનિટ માટે અગાવ પ્રિ-હિટ કરી લેવું.
- તૈયાર થયેલા કેક મિશ્રણ ને ઓવનમાં 180 ડિગ્રી પર 25-30 મિનિટ માટે મૂકવું, 20 મિનિટે એકવાર તપાસી લેવું.
- ટૂથપિક અથવા ચપ્પુ ખોસી તપાસી લેવું જો કોરું નીકળે તો ચડી ગઈ એમ સમજી લેવું નહિ તો ફરી 5-10 મિનિટ ચડવા દેવું.
- કેક તૈયાર થાય પછી તેના લંબચોરસ ટુકડા તૈયાર કરવા, આશરે 6 નંગ થશે.
- એક પીસ લઈને તેને વચ્ચેથી કટ કરી બંને ભાગ પર સુગર સિરપ લગાવવું.
- ક્રીમ લગાવી બીજા ભાગ પર સુગર સિરપ લગાવી એના પર મૂકી ફરી ક્રીમ સરસ રીતે લગાવી દેવું.
- સૌથી ઉપર છીણેલી ચોકલેટ અને ચેરીથી ગાર્નિશ કરી લેવું.
Sorry, the comment form is closed at this time.