પુના મિસળ

09 Nov પુના મિસળ

 1. એક નોનસ્ટીક વાસણમાં તેલ મૂકી, તેમાં જીરું, જીણા સુધારેલા મરચાં અને હળદર નો વઘાર કરી, ફણગાવેલા મગ ઉમેરવા.
 2. તેમાં સ્વાદાનુસાર મીઠું નાંખીને બાફવા પૂરતું પાણી નાંખી મીડિયમ ગેસ પર ચડવા દેવું.
 3. બફાઈ જાય એટલે તેમાં લીંબુનો રસ ઉમેરી ગેસ પરથી ઉતારી લેવા.
 4. પૌંઆને પાણીમાં ધોઈ છુટા કરી નાખવા.
 5. કઢાઈમાં થોડું તેલ મૂકી,તેમાં રાઈ,જીરું અને હળદરનો વઘાર કરી તેમાં પૌંઆ ઉમેરવા.
 6. તેમાં સ્વાદાનુસાર મીઠું અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરીને ગેસ પરથી ઉતારી લેવા.
 7. એક તપેલીમાં મોળું દહીં પાણી નાખ્યા વગર વલોવી લેવું.
 8. એક ડીશમાં વઘારેલા મગ મૂકી,તેના પર એક ચમચો પૌંઆ ભભરાવો.
 9. તેની પર બંને ચટણી અને દહીં નાખવું.
 10. તેના પર જીણા સુધારેલા ટમેટાં અને સેવ ભભરાવો.
 11. કોપરાનું છીણ અને ધાણાથી ગાર્નિશ કરવું.
 12. તૈયાર છે પુના મિસળ જેને પાંઉ સાથે અથવા તો પાંઉ વિના પણ જમી શકાય છે.
No Comments

Sorry, the comment form is closed at this time.