પીઝા બેઝ

09 Nov પીઝા બેઝ

 1. એક નાના બાઉલમાં થોડું હુફાળું પાણી લઈ તેમાં ખાંડ ઓગાળી યીસ્ટ ઉમેરી થોડું મિક્સ કરવું.
 2. હવે તેને 10 મિનિટ સાઈડમાં રહેવા દો.
 3. બીજા એક બાઉલમાં મેંદો અને મીઠું મિક્સ કરી વચ્ચે જગ્યા કરો.
 4. 10 મિનિટ બાદ તેમાં યીસ્ટનું મિશ્રણ, તેલ અને બાકી રહેલ હુફાળું પાણી લઈને લોટ બાંધો.
 5. આશરે 10 મિનિટ સુધી લોટને મસળવો અંતે તે હાથમાં ચોટશે નહીં.
 6. હવે એક બાઉલમાં તેલ લગાડી લોટને તેમાં મૂકી કપડાથી ઢાંકી 45 મિનિટ માટે મૂકી રાખો.
 7. એટલા સમયમાં તે ફૂલી જશે, હવે તેને હળવા હાથે થોડો મસળી તેના એકસરખા પાંચ ભાગ કરો.
 8. હવે વેલણની મદદથી અથવા તો હાથથીજ એક ભાગ લઈ તેને પિઝાનો આકાર આપો.
 9. વણતી વખતે કોરો મેંદાનો લોટ વાપરવો.
 10. પછી બેકિંગ ટ્રેમાં કોરો લોટ ભભરાવી તેના પર વણેલ પીઝા બેઝ મૂકવો.
 11. ફોર્કની(કાટાવાળી ચમચીથી) મદદથી પિઝાના ઉપરના ભાગમાં હોલ કરો.
 12. હવે તેને 200 ડિગ્રીએ પ્રિહિટેડ કરેલા ઓવનમાં 10 થી 12 મિનિટ માટે બેક કરો.
 13. તો તૈયાર છે પીઝા બેઝ.
No Comments

Sorry, the comment form is closed at this time.