પાલખનાં મૂઠિયાં

09 Nov પાલખનાં મૂઠિયાં

  1. સૌ પ્રથમ ત્રણેય લોટ બરોબર મિક્સ કરી લેવા.
  2. તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, સોડા, ગરમમસાલો, તેલ, અજમો, આદું- મરચાંની પેસ્ટ, દહીં અને ખાંડ નાંખી બરાબર મિક્સ કરવું.
  3. પછી સમારેલ પાલખથી કઠણ લોટ બાંધી 10 મિનિટ રાખી તેના મૂઠિયાં વાળો.
  4. હવે ઢોકળાં મેકરમાં પાણી 2 ગ્લાસ મૂકી તેમાં સ્ટેન્ડ મૂકી તેની પર કાણાંવાળી જાળી મૂકવી અને ગરમ પાણી થવા દેવું.
  5. વાળેલા રોલને ઢોકળાં મેકરમાં જાળી ઉપર ગોઠવવા.
  6. પછી 25-30 મિનિટ બાફવા દેવા.
  7. બાફયા બાદ 15-20 મિનિટ ઠંડા થયા બાદ નાના-નાના ટુકડા કરવા.
  8. એક કઢાઈમાં તેલ મૂકી તેમાં રાઈ-જીરું, તલ, મીઠી લીમડી નાંખી વઘાર કરવો.
  9. પછી વઘાર મૂઠિયાં ઉપર નાખી બરાબર મિક્સ કરી છેલ્લે ઉપર લીલા ધાણા નાખવા.
No Comments

Sorry, the comment form is closed at this time.