પાણીપૂરી

09 Nov પાણીપૂરી

તીખું પાણી:

  1. સૌ પ્રથમ તીખું પાણી બનાવવા માટેની બધી જ સામગ્રીને એક મિક્સરમાં નાંખી પીસી લેવી.
  2. હવે તેમાં થોડું પાણી ઉમેરી ફરીથી એકદમ ઝીણું પીસવું.
  3. ત્યારબાદ એક જાળીમાં આ મિશ્રણ ગાળી અને ઠંડું પાણી ઉમેરવું. તૈયાર છે તીખું પાણી.

બટાકાં – ચણાનું પૂરણ:

  1. સૌ પ્રથમ બાફેલાં ચણા અને બાફેલાં બટેકા વાસણમાં લઈ છૂંદો કરવો.
  2. તેમાં સંચળ, લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર, ચાટ મસાલો (1 ચમચી) અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરવું.
  3. આ રીતે પૂરણ તૈયાર કરવું.

પાણીપૂરી:

  1. હવે પાણીપૂરીની પૂરી લઈ તેમાં બટાકાં ચણાનું પૂરણ ભરવું.
  2. તેમાં તીખુ પાણી, ચાટ મસાલો ઉમેરી પાણીપૂરીનો આનંદ લેવો.
No Comments

Sorry, the comment form is closed at this time.