પનીરની કચોરી

09 Nov પનીરની કચોરી

  1. બાઉલમાં લોટ લઈને તેમાં 4-ચમચી ઘી, મીઠું નાંખો અને આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દો.
  2. હવે તેમાં પાણી ઉમેરીને નરમ લોટ બાંધવો અને તેને કાપડથી ઢાંકીને એક બાજુ મૂકી દો.
  3. એક વાટકીમાં પનીરને છીણી લો.
  4. હવે બાકીનું ઘી એક નોનસ્ટિક પેનમાં ગરમ કરો.
  5. તેમાં જીરું, ધાણા પાઉડર, ગરમમસાલા પાઉડર, લાલ મરચાંનો પાઉડર, ચાટ મસાલો, કોથમીર અને મીઠું નાંખી 30 સેકન્ડ સાંતળો.
  6. ત્યારબાદ તેમાં છીણેલું પનીર ઉમેરો અને સારી રીતે મિક્સ દો.
  7. આ મિશ્રણને એક બાઉલમાં લઈને ઠંડું થવા દો.
  8. હવે કડાઈમાં પૂરતું તેલ ગરમ કરો.
  9. ત્યાંબાદ બાંધેલા લોટ અને પનીરના માવાના સરખા ભાગ કરી લો.
  10. હવે લોટનો એક ભાગ લઈને તેને થોડી જાડી પૂરી જેવું વણો અને તેમાં પનીરનો માવો ભરીને બધી બાજુથી પૂરી વાળીને પેક કરી દો.
  11. તેને હાથથી હળવે દબાવી જાડી પૂરી જેવો આકાર આપી દો, એમ બાકીની બધી કચોરી વણી લો.
  12. હવે આ કચોરીઓને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાંસુધી તળી લો અને ગરમા-ગરમ સર્વ કરો.
No Comments

Sorry, the comment form is closed at this time.