પનિયારમ

09 Nov પનિયારમ

ખીરા માટે રીત:

 1. ખીરામાં ઝીણા સમારેલા ધાણા અને સ્વાદાનુસાર મીઠું ઉમેરવું.

રીત:

 1. અડદની દાળને ગુલાબી થાય ત્યાં સુધી વઘારીયામાં શેકી લેવી(તેલ વગર).
 2. મગની દાળને 30 મિનિટ માટે પલાળી રાખવી.
 3. એક વાસણમાં તેલ ગરમ કરવા માટે મૂકવું.
 4. તેલ થોડું ગરમ થઈ જાય પછી તેમાં રાઇનો વઘાર કરવો.
 5. તેમાં શેકેલી અડદની દાળ, પલાળેલી મગની દાળ ઉમેરવી, થોડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી.
 6. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી લીમડી, લીલાં મરચાં અને સ્વાદાનુસાર આદું ઉમેરવું.
 7. પછી તેમાં ઝીણા સમારેલા ગાજર, કોબીજ, કેપ્સીકમ અને મરચાં ઉમેરવા.
 8. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું
 9. શાકને થોડું ઠંડું થવા દેવું. આ તૈયાર થયેલા શાકને ખીરામાં ઉમેરીને સરખી રીતે હલાવો.
 10. ખીરું બહુ જાડું પણ ના રાખવું અને બહુ પાતળુ પણ ના રાખવું.
 11. સાથે-સાથે પનિયારમના તવાને ધીમા ગેસ પર ગરમ કરવા માટે મૂકવો.
 12. દરેક ખાનામાં થોડું થોડું તેલ લગાવવું.
 13. જયારે તવો ગરમ થઈ જાય ત્યારે દરેક ખાનામાં ખીરું ભરી દેવું.
 14. તવાનું ઢાંકણ ઢાંકી દેવું(2-3 મિનિટ માટે).
 15. દરેક પનિયારમ ઉપર થોડું તેલ મૂકી આપવું, ફરીથી ઢાંકણ ઢાંકી દેવું.
 16. જયારે પનિયારમના બોલની ધારો થોડી શેકાઈ ગઈ હોય એવું લાગે.
 17. ત્યારે એક ચમચી અથવા પનિયારમ સાથે આવેલા અણીવાળી લાકડીથી બધા બોલને ફેરવી લેવા.
 18. તેમજ બીજી સાઇડ પણ સાધારણ ગુલાબી થાય ત્યાં સુધી શેકવું.
 19. આ રીતે બધા ખીરાના પનિયારમ બનાવી લેવા.
 20. પનિયારમને નારિયેળની ચટણી અથવા સોસ સાથે પીરસો.
No Comments

Sorry, the comment form is closed at this time.