09 Nov દાળઢોકળી
- સૌ પ્રથમ એક કુકરમાં દાળને ધોઈને પછી તેમાં પાણી, દૂધી, મીઠું, હળદર, શીંગદાણા અને ટમેટાં ઉમેરી બાફી લેવી.
- દાળ બફાય જાય પછી તેમાં જ બ્લેંડર ફેરવીને અધકચરું પીસી લેવું અને તેને ધીમા તાપે ગરમ થવા દેવું.
- હવે તેમાં લીલા મરચના ટુકડા, ખમણેલું આદું, ધાણાજીરું અને ગોળ ઉમેરવું અને ઊકળવા દેવું.
- ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, મેથિ, બાદિયા, તમાલપત્ર અને આખું મરચું ઉમેરીને વઘાર કરી લેવો.
- ત્યારબાદ એક બાઉલમાં ઘઉંનો અને ચણાનો લોટ ઉમેરી તેમાં ચપટી હળદર અને મીઠું નાંખી રોટલી જેવો લોટ બાંધી લેવો.
- પછી તેની રોટલી વણી લોઢીમાં ડિઝાઇન ન પડે તેવી રીતે થોડી જ શેકવી.
- પછી તેને ઢોકળિયામાં બાફી તેના ચોરસ ટુકડા કરી લેવા.
- બીજા ચૂલા પર ઉકળતી દાળમાં રોટલીના પીસ ઉમેવા અને તૈયાર કરેલો વઘાર ઉમેરવો.
- તેમાં લીલા ધાણા, સાંભાર મસાલો ઉમેરી બરાબર ઉકાળવી.
Sorry, the comment form is closed at this time.