09 Nov દાલબાટી
દાળ બનાવવાની રીત:
- સૌ પ્રથમ એક કુકર લેવું તેમાં મગદાળ, ચણા દાળ, મસુરદાળ ધોઈ લેવી.
- ત્યારબાદ કુકરમાં 1 ચમચી ઘી નાંખી 4-5 સિટી થવા દેવી.
- હવે એક કડાઈમાં 3 ચમચી ઘી ગરમ કરી તેમાં રાઈ, જીરું, આદું, લીલાં મરચાં અને ટમેટાં નાખવા.
- આ બધું 5 મિનિટ સુધી સાંતળી લેવું.
- ત્યારબાદ બાફેલી દાળ તેમાં નાંખી દેવી અને તમારે જેવી જોઈએ તેવી દાળ પ્રમાણે પાણી ઉમેરવું.
- ત્યારબાદ થોડીવાર ઉકાળી લેવી અને કોથમીર ઉમેરવી તો તૈયાર છે દાળ.
બાટી બનાવવાની રીત:
- ઘઉંના લોટમાં ઘી નાંખી બરાબર મોણ આપવું.
- ભાખરીના લોટ જેવો કઠણ લોટ બાંધવો.
- ત્યારબાદ મીડિયમ સાઇઝના ગોળ લુવા કરવા અને તેને 15 મિનિટ ઓવનમાં શેકવા.
- બાટી શેકાયને તૈયાર થઈ જાય પછી તેને ઘીમાં ડૂબાડી દેવી.
- તો બાટી તૈયાર છે.
- પીરસતી વખતે બાટીને ઘીમાંથી બહાર કાઢી તેને નિતારી લેવી.
Sorry, the comment form is closed at this time.