09 Nov દાલપકવાન
દાળ બનાવવા માટે:
- સૌ પ્રથમ ચણાની દાળને 4-5 કલાક પાણીમાં પલાળી રાખો પલાળેલી દાળ એકદમ ફૂલી જવી જોઈએ ત્યારબાદ કુકરમાં મીઠું તથા હળદર નાંખી 4-5 સિટી વગાડી આખી રહે એમ ચડી જવી જોઈએ.
- હવે એક લોયામાં 3 ચમચા તેલ લઈ તેમાં જીરું, લાલ મરચાં, લીલાં મરચાં, તજ વગેરે નાંખી વઘાર કરો.
- ત્યારપછી ટમેટાની પ્યુરી લઈ વઘારમાં નાંખી તેલ છૂટે ત્યાં સુધી પકાવો॰
- બીજા લોયામાં ચણાની દાળને ઓછા તેલમાં વઘારો.
- વઘારને દાળમાં રેડી કોથમીર નાંખો.
પકવાન બનાવવા માટે:
- એક મોટા બાઉલમાં મેંદો લઈ તેમાં મીઠું નાંખો અને મોણ નાંખી પૂરી જેવો લોટ બાંધવો.
- ત્યારબાદ 5 મિનિટ ઢાંકીને રાખો અને ગોળી કરી મોટી પાતળી રોટલી વણો.
- હવે વણેલી રોટલી પર કાટાથી કાણા પાડો જેથી ફૂલે નહીં.
- બીજી રીતે કરીએ તો 5-6 પૂરી નાની વણો વચમાં તેલ ચોપડી એકબીજા પર મૂકો.
- ત્યારબાદ વણી નાંખો જેથી તેના પડ છૂટા પડે.
- ત્યારપછી તેલમાં દબાવી એકદમ કડક બદામી રંગના થાય ત્યાં સુધી તળો.
- તળી ગયેલી પૂરીને એક વાસણમાં એવી રીતે ગોઠવો કે પૂરીમાં અંદર તેલ હોય તો તે નીકળી જાય.
- દાલ પકવાન તૈયાર છે.
Sorry, the comment form is closed at this time.