09 Nov દહીંવડાં
- સૌ પ્રથમ એક વાસણમાં મગની દાળ અને અડદની દાળને 6 કલાક માટે પલાળવી.
- દહીંમાં સાકર અને મીઠું ઉમેરી મિક્સરમાં પીસી લેવું અને ઠંડું કરવા ફ્રિજમાં રાખવું.
- ત્યારબાદ વડા બનાવવા માટે પલાળેલી બંને દાળને પાણીમાંથી નિતારી મિક્સરમાં પીસી લો.
- હવે તેમાં મીઠું અને આદું- મરચાંની પેસ્ટ ઉમેરી ઝાડુ બેટર તૈયાર કરવું.
- ત્યારબાદ તૈયાર કરેલા દાળના બેટરનાં નાના વડા બનાવી લેવા.
- હવે એક પેનમાં વડા તળવા માટે તેલ ગરમ કરવા મૂકવું અને તેમાં વડા તળી લેવા.
- તળેલા વડાને પાણીમાં પલાળવા અને તેમાંથી પાણી નીચોવી બાજુમા રાખવા.
- હવે એક ડીશમાં પાંચ – છ વડા લઈ તેની ઉપર ઠંડું કરેલું દહીં ભેળવો અને લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, જીરું પાઉડર ઉમેરવો.
- સજાવટ માટે દાડમના દાણા અને કોથમીર ભભરાવવી.
Sorry, the comment form is closed at this time.