09 Nov ડારા ગરમર
- સૌ પ્રથમ ગરમરને ધોઈને તેની છાલ નીકાળી લેવી.
- હવે તે ગરમરની પાતળી ચીરી કરી ફરીથી પાણી વડે ધોઈ લેવી.
- ત્યારબાદ ગરમરની ચીરને એક કપડાં પર સૂકવી લેવી.
- હવે એક વાસણમાં 1 લિટર સાદું પાણી લઈ તેમાં મીઠું, હળદર અને 2 લીંબુનો રસ ઉમેરી તેમાં ગરમર પલાળવી.
- આ ગરમરને પાણીમાં 2 દિવસ પલાળી વચ્ચે વચ્ચે હલાવતા રહેવું અને ત્રીજે દિવસે એક કપડામાં સૂકવી લેવી.
- હવે એક વાસણમાં રાઈના કુરિયા અને 1 લીંબુનો રસ, મીઠું, અને ઝીણો સમારેલો ગોળ ઉમેરવો.
- આ મિશ્રણને ગોળ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરવું.
- ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરવું.
- તેલ થોડું ઠંડું થાય પછી તેમાં ઉપર તૈયાર કરેલું ગોળવાળું મિશ્રણ ઉમેરી અને ગરમર પણ ઉમેરવી.
- ત્યારબાદ તેમાં વરિયાળી, કાળા મરી ઉમેરી મિક્સ કરવું.
- હવે આ અથાણું એક બરણી અથવા એર-ટાઈટ ડબ્બામાં ભરી લેવું.
- તૈયાર છે ગરમરનું ખાટુ–મીઠું અથાણું.
Sorry, the comment form is closed at this time.