09 Nov ટૂટીફ્રૂટી આઇસક્રીમ
- એક વાડકીમાં 50 ગ્રામ જેટલું ઠંડું દૂધ લઈ તેમાં જી. એમ. એસ. પાઉડર અને સી. એમ. સી. પાઉડર બરાબર મિક્સ કરી સાઇડમાં રાખવું.
- દૂધમાં પાઉડર બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવવું.
- હવે બાકીના દૂધને એક તપેલીમાં લઈ, ગેસ પર ગરમ કરવા મૂકવું.
- દૂધમાં ઊભરો આવે પછી મીડિયમ તાપે 8-10 મિનિટ ઉકાળવું.
- પછી પાઉડર મિશ્રીત દૂધ તેમાં નાંખી, બરાબર મિક્સ કરવું.
- ત્યારબાદ તેમાં ખાંડ નાંખી, મીડિયમ તાપે દૂધને થોડીવાર ઉકાળવું.
- દૂધ થોડું ઘટ્ટ થાય એટલે ગેસ પરથી ઉતારી, ઠંડું કરવા મૂકવું.
- દૂધ એકદમ ઠંડું થાય એટલે તેમાં ક્રીમ અને વેનીલા એસેન્સ નાંખી, તેમાં થોડીવાર બ્લેડર ફેરવી સ્મુધ બનાવવું.
- પછી એલ્યુમિનિયમના ડબ્બામાં ભરી, ફ્રિજમાં મૂકવું.
- આઇસક્રીમથોડી જામે એટલે ફ્રિજમાંથી બહાર કાઢી, તેને મિક્સરમાં નાંખી, દૂધ એકદમ સ્મુધ થાય અને થોડું ફીણ જેવું થાય ત્યાં સુધી મિક્સ કરવું.
- અને તેમાં ટૂટીફ્રૂટી નાંખી તેને ફરી મિક્સ કરવું.
- હવે તેને એલ્યુમિનિયમના ડબ્બામાં અથવા કેન્ડીના મોલ્ડમાં ભરી, આઇસક્રીમ ને ફ્રિજમાં સેટ થવા મુકવો.
- આઇસક્રીમ બરાબર જામી જાય એટલે ફ્રિજમાંથી બહાર કઢી, તેની પર મનપસંદ ફલેવરના સિરપ રેડી, ટૂટીફ્રૂટી આઇસક્રીમની મજા લેવી.
Sorry, the comment form is closed at this time.