09 Nov ટીંડોરાંનું અથાણું
- ટીંડોરાંને ધોઈ તેની ચાર ચીરિયો કરી સમારી લો.
- ત્યારબાદ એક વાસણમાં લઈ તેમાં મીઠું ભેળવી 3-4 ક્લાક સુધી ઢાંકીને મૂકી રાખો.
- હવે 3-4 કલાક પછી તેમાંથી વધારનું પાણી કાઢી ટીંડોરાં ને કોરા પાડી લો.
- હવે એક પેન ને ગરમ કરી તેમાં મેથીના દાણા, રાઈના કુરિયા અને વરિયાળી ને 1-2 મિનિટ સુધી ધીમા તાપે શેકી લો.
- થોડો કલર બદલાય ત્યાં સુધી જ શેકો વધારે શેકવું નહીં.
- હવે તે ઠંડા થાય એટલે તેને મિક્સરમાં પીસી લો.
- ત્યારબાદ એક વાસણમાં રાઈનું તેલ ગરમ કરી લો.
- હવે તેમાં પીસેલા કુરિયા અને ટીંડોરાં નાંખી મિક્સ કરી લો.
- હવે તેમાં લાલ મરચું, હળદર અને મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો અને ત્યારબાદ તેમાં વિનેગર નાંખી બધું મિક્સ કરી લો.
- એક એર-ટાઈટ બરણીમાં ભરી દિવસમાં બે વાર બરાબર હલાવી લેવું.
- બે દિવસ પછી અથાણું ઉપયોગમાં લઈ શકાય.
Sorry, the comment form is closed at this time.