09 Nov જીરા બિસ્કિટ
- પ્રથમ એક બાઉલમાં બટર લો. પછી બટર સફેદ ક્રીમી ના થાય ત્યાં સુધી ફેંટો.
- હવે ઘઉંનો લોટ અથવા મેંદાનો લોટ, મીઠું, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ચારણી વડે ચાલી લો.
- કોઈ ગઠ્ઠો નથી તેની ખાતરી કરીને લોટને ચાળવું.
- હવે તેમાં 1 ચમચી જીરું નાંખી બરાબર મિક્સ કરી લો.
- કઠણ મિક્સર તૈયાર કરો..
- 3 ચમચી દૂધ ઉમેરો અને લોટ બાંધવાનું શરૂ કરો.
- લોટ બરાબર મિક્સ થાય પછી તેને લંબગોળાકારમાં ડો તૈયાર કરો..
- તેને પ્લાસ્ટિકમાં લપેટી 30 મિનિટ માટે રેફ્રિજરેટર કરો.
- જાડા બિસ્કિટ આકાર ના ટુકડા કાપો અને પકવવા માટે ટ્રે પર મૂકો. અને ઉપરના ભાગે થોડું જીરું છાંટી ધીમેથી દબાવો.
- 180 ડીગ્રી પ્રેહીટેડ ઓવનમાં 15 મિનિટ માટે બેક કરો.
Sorry, the comment form is closed at this time.