એક કપમાં મીઠું, 2 ટેબલસ્પૂન ખાંડ, મિલ્ક પાઉડર લઈ તેમાં પાણી રેડી પછી તેને હલાવીને સાઇડમાં મૂકી રાખવું.
બીજા બાઉલમાં મેંદાનો લોટ લઈ યીસ્ટ અને જીરું નાંખો.
તેમાં તૈયાર કરેલું મિશ્રણ નાંખી રોટલી જેવો લોટ બાંધી એક ક્લાક ઢાંકીને રહેવા દેવું.
ત્યારબાદ એ લોટને હાથથી દબાવીને તેમાં બાકીની વધેલી 2 ટેબલસ્પૂન ખાંડ અને મેલ્ટેડ બટર નાંખી હાથ વડે જ બરાબર મિક્સ કરો. લોટ ખેંચાય તેટલો ખેંચી પછી મિક્સ કરી દેવો.
પછી એ લોટના ચાર સરખા ભાગ કરી તેમાંથી એક ભાગ લઈ તેને હાથની આંગળીથી દબાવીને પિઝાના રોટલા જેવો પોહળો કરવો.
પછી તેને હાથની મદદથી દબાવીને પાછો ગોળ-ગોળ રોલ કરી લેવો.
બાકીના બધા જ રોલ આ રીતે બનાવી લેવા.
ત્યારબાદ ઓવનની ટ્રેમાં બટર પેપર મૂકી થોડો લોટ છાંટી લેવો પછી તૈયાર થયેલા ડો મૂકવાં.
તેને 20 મિનિટ સુધી કાપડનો કકડો ઢાંકી રહેવા દો.
ઓવનને 180 ડિગ્રીએ 10 મિનિટ પ્રીહિટ કરી લો અને તેને 25 મિનિટ સુધી બેક થવા મૂકી દો.
25 મિનિટ બાદ ઓવનમાંથી બહાર કાઢી ફરી કાપડ ઢાંકીને ઠંડું થવા દો.
ઠંડા થયા બાદ ચપ્પુની મદદથી એકસરખા કટ કરી લેવા. આશરે 35 નંગ જેવા થશે.
બધા ટોસ્ટ ઓવનની ટ્રેમાં ગોઠવી દેવા અને 180 ડિગ્રી પર 15 મિનિટ મૂકવાં.
15 મિનિટ પછી ફરીથી પલટાવીને 15 મિનિટ બેક કરી લેવા.
Sorry, the comment form is closed at this time.