09 Nov ચોકો વેનીલા
- એક બાઉલમાં તેલ અને માખણ લઈને તેમાં દળેલી ખાંડ નાખવી અને બરાબર ફીણી લેવું.
- હવે તેમાં વેનીલા એસેન્સ અને મીઠું નાખવું.
- ત્યારબાદ તેમાં મેંદાનો લોટ અને દૂધ નાંખીને એક પાતળું ખીરું તૈયાર કરવું.
- ધ્યાન રહે ખીરું વધારે પાતળું ન થઈ જાય.
- હવે એક નોનસ્ટિક તવીમાં એક ચમચા વડે ખીરું લઈને તેને ગોળાકાર પૂડલાંની જેમ પાતળું લેયર કરવું.
- કોનનું પડ તૈયાર થાય એટલે તેને એલ્યુમિનિયમ કોન મોલ્ડ વડે કોન બનાવી લેવા.
- એમ બાકીના કોન બનાવી લેવા.
- હવે આ કોનમાં અંદરની ફરતી બાજુએ ચોકોલેટ સિરપ લગાવવું.
- પછી વેનીલા આઇસક્રીમનો સ્કૂપ ભરીને તે કોનમાં મૂકવો.
- તેના ઉપર પણ ચોકોલેટ સિરપ નાખવો અને વાલા-વાલા ઘનું મહારાજને પીરસવું.
Sorry, the comment form is closed at this time.