ચાઇનીઝ સમોસા

09 Nov ચાઇનીઝ સમોસા

સ્ટફિંગ બનાવવા માટે :

  1. એક નોનસ્ટીક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં તેલ આવે એટલે આદું નાંખી 30 સેકન્ડ રહેવા દો.
  2. તેમાં ફણસી, ગાજર, કોબી, લીલાં મરચાં અને મીઠું નાંખી ફૂલ ગેસે 3-4 મિનિટ શેકવા દો.
  3. તેમાં નૂડલ્સ ઉમેરી સોયા સોસ અને વિનેગર મિક્સ કરી મીડિયમ તાપે 1થી2 મિનિટ રહેવા દો.
  4. પછી તેને સાઇડમાં રાખી દો.

લોટ બાંધવા માટે :

  1. લોટ બાંધવા માટે મેંદો, ઘી, લીંબુનો રસ અને મીઠું બરાબર મિક્સ કરી પાણીથી માપસરનો નરમ લોટ બાંધી લો.

સમોસા વાળવા માટે :

  1. સ્ટફિંગના 16 સરખા ભાગ કરી દો.
  2. લોટના 8 સરખા ભાગ કરી લૂઆ વાળી તેની રોટલી વણી બરાબર વચ્ચેથી રોટલીનું કટિંગ કરી બે સરખા ભાગ કરી દો.
  3. એક ભાગ હાથમાં લઈ તેને સમોસું ભરવા માટે કોન બનાવી પાણીની મદદથી પેક કરી દો.
  4. ઉપરની બાજુથી સ્ટફિંગ ભરી ઉપરની સાઇડ પણ પાણીથી પેક કરી દો.
  5. બધા સમોસા રેડી થઈ જાય પછી ગરમ તેલ માં ધીમા તાપે તળી લો.
  6. લગભગ 7-8 મિનિટમાં એક રાઉન્ડ સમોસા તળવાનો પૂરો થશે.
  7. ટમેટાંના સોસ સાથે પીરસી શકાય.
No Comments

Sorry, the comment form is closed at this time.