મેંદાને ચાળીને એક બાઉલમાં મેંદો, મીઠું અને બેકિંગ પાઉડર ઉમેરીને મિક્સ કરી લો.
તેમાં થોડું થોડું દૂધ અથવા પાણી ઉમેરીને સોફ્ટ લોટ તૈયાર કરો. (લોટવધારે કઠણ કે ઢીલો ના બાંધવો) લોટ બંધાઈ જાય પછી તેને ઢાંકીને 10-15 મિનિટ રહેવા દો
ત્યાં સુધી એક કઢાઈમાં માં તેલ ગરમ કરવા મૂકો.
ત્યારબાદ બાંધેલા લોટના એકસરખા 6-8 લુવા કરીને તેને રોટલીની જેમ ગોળ વણી લો. (રોટલી બહુ પાતળી કે જાડી ના રાખવી)
વણેલી રોટલીને ચપ્પાથી કે કાંટાવાળી ચમચીથી ઝીણા કાણા પાડી લો. જેથી રોટલી તળતી વખતે પૂરીની જેમ ફૂલે નહિ
ત્યારબાદ રોટલીને ગરમ તેલમાં મીડિયમ ચૂલા પર તળી લો.
તળતી વખતે ધ્યાન રાખવું કે જેવી રોટલીને તેલમાં તળવા મૂકીએ પછી તરત જ રોટલીને વચ્ચે તવેથો મૂકીને રોટલીને સામેના છેડાથી પકડીને વાળી દેવી અને શેલ જેવો આકાર આપવો.
રોટલીના બંને છેડા ચોંટી ના જાય તેનું ધ્યાન રાખવું.
રોટલી એક બાજુ લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેને બીજી બાજુ ફેરવી ને તળી લેવી.
તળાઈ ગયેલી બાજુને ઉપરથી ચીપિયાથી પકડી રાખવી.
તેવી રીતે બધી રોટલી વણીને શેલ તૈયાર કરી લો
ચલુપા બનાવવાની રીત:
તૈયાર કરેલો એક ટાકો શેલ લો.
તેમાં તૈયાર કરેલા બીન્સમાંથી 1-2 ચમચી બીન્સ લઈને શેલની વચ્ચેના ભાગમાં પાથરી દો.
તેના ઉપર 1 ચમચી સાવર ક્રીમ પાથરી દો.
ત્યારબાદ ઉપર ઝીણા સમારેલા ટમેટાં અને લેટસ પાથરી દો.
Sorry, the comment form is closed at this time.