09 Nov ઘઉંનો પોંક
- સૌ પ્રથમ 10 થી 12 નંગ લીલાં અડધા પાકેલા ઘઉંના ડૂંડા લો.
- તેને શેકવા માટે ભઠ્ઠો તૈયાર કરો.
- અને તેમાં ઘઉંના ડૂંડા નાંખો.
- તેને અડધો કલાક સુધી બધી બાજુ શેકાય તેમ હલાવો અથવા તો ફેરવતા રહો.
- એ શેકેલા ફોતરા થોડા કાળા થાય ત્યાં સુધી શેકો.ત્યારબાદ એ શેકેલા ડૂંડા ભઠ્ઠા માંથી કાઢી લો.
- તેને એક કાપડમાં લઈને લાકડી વડે ધોકાવવું.(ફોતરા કાઢવા માટે)
- આમ કરવાથી ડૂંડાંમાંથી ફોતરાં છૂટા પડી જશે અને કાપડમાં નીચે બેસી જશે.
- ત્યારબાદ એ છૂટા પડેલા પોકમાં અડધા બાકી રહેલા ફોતરા કાઢવા માટે ચાળણી વડે ચાળી લો અને ફોતરા નીકાળી દેવા.
- આમ શેકેલા ઘઉંનો પૌક તૈયાર છે. તેને ઝીણી સમારેલી કોથમીર નાંખી તેને તીખી સેવ સાથે ગરમાં ગરમ પીરસો.
Sorry, the comment form is closed at this time.