09 Nov ગ્રીન પુલાવ
- સૌ પ્રથમ બધા શાક ધોય લેવા.
- હવે એક મિક્સરમાં લીલાં મરચાં, આદું, મીઠું, ગરમમસાલો, લીલા ધાણા અને એક કપ પાણી નાંખીને પીસી લેવું.
- પછી એક પેનમાં તેલ ગરમ મૂકીને એમાં ઇલાયચી, લવિંગ અને તજ નાખવા.
- ત્યારબાદ તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ તેમાં ઉમેરવી અને થોડીવાર ચડવા દેવી.
- થોડીવાર પછી તેમાં લાલમરચું પાઉડર ઉમેરી બધું મિક્સ કરવું.
- 2 મિનિટ પછી પલાળેલા ચોખા અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી દેવું.
- થોડીવાર રાખી 3-4 કપ પાણી નાંખી પેનને ઢાંકી 15 થી 20 મિનિટ ધીમા ગેસે ચડવા દેવુ.
- બધું પાણી બળી જાય અને ભાત સારી રીતે ચડી ગયા બાદ ગેસ ઉપરથી ઉતારી ગરમ-ગરમ પીરસવું.
Sorry, the comment form is closed at this time.