09 Nov કેરી મઠો
- સૌ પ્રથમ દૂધને ગરમ કરી હૂંફાળું ગરમ રહે પછી તેમાં એક ચમચી દહીં નાંખી દહીં જામી જાય ત્યાંસુધી અથવા 6-8 કલાક સુધી રહેવા દો.
- હવે 6-8 કલાક બાદ જામેલા દહીંને મલમલના કપડામાં કાઢી એકદમ ફિટ પોટલીવાળી દો અને તેને લટકાવી દો.
- હવે 1 કેસર કેરીનો રસ કાઢી લો, અને 2 કેરીનાં ટુકડા કરી ફ્રીજમાં ઠંડું થવા માટે મૂકી દો.
- લગભગ ચારેક કલાકમાં બધું પાણી નીતરી ગયા બાદ પોટલી છોડી દહીંનો માવો એક બાઉલમાં કાઢી લો.
- ત્યારબાદ તેમાં દળેલી ખાંડ નાંખી આ મિશ્રણને ઝીણી ચારણીથી ચાળી લો.
- હવે તેમાં કેસરી કલર, કેરીના ટુકડા અને રસ નાંખી બધું બરાબર મિક્સ કરી લેવું.
- ત્યારબાદ ફ્રીજમાં ઠંડો કરીને સર્વ કરી શકાય.
Sorry, the comment form is closed at this time.