કેરીનો મુરબ્બો

09 Nov કેરીનો મુરબ્બો

  1. કાચી કેરીને ધોઈ તેની છાલ નીકાળવી. પછી છીણી અથવા ખમણીની મદદથી કેરીને ખમણી લેવી.
  2. આ ખમણેલી કાચી કેરી એક તપેલીમાં લઈ તેમાં સાકર ઉમેરી મિક્સ કરો.
  3. ત્યારપછી તે તપેલી ઉપર પાતળું કપડું બાંધી 1-દિવસ માટે રાખો.
  4. બીજે દિવસે કપડું નીકાળી મિશ્રણને હલાવી ફરીથી કપડું બાંધવું.
  5. 3 દિવસ દરરોજ (એકવાર) મિશ્રણને હલાવી લેવું.
  6. ચોથે દિવસે જ્યારે મિશ્રણમાં સાકરની ચાસણી બની જશે પછી એલચી અને કેસર ઉમેરીને બરાબર મિક્સ કરવું.
  7. ત્યારબાદ તેના ઉપર ફરીથી કપડું બાંધી 3-4 કલાક માટે તડકામાં મૂકવું.
  8. ત્યારબાદ મુરબ્બાને કાચની બરણી કે હવાચુસ્ત ડબ્બામાં ભરી લેવો.
  9. આ રીતે કેરીનો મુરબ્બો તૈયાર કરવો.
No Comments

Sorry, the comment form is closed at this time.