કેરીનો છૂંદો

09 Nov કેરીનો છૂંદો

  1. સૌ પ્રથમ કેરીની ધોઈને તેની છાલ કાઢી અને છીણીની મદદથી કેરીનું છીણ તૈયાર કરો.
  2. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું સરસ રીતે મિક્સ કરી લો.
  3. આ મિશ્રણને 1 કલાક રાખી મૂકવું, પછી છીણને નીચોવી પાણી કાઢી લેવું.
  4. એક તપેલામાં કેરીનું છીણ અને ખાંડ મિક્સ કરી એક રાત રહેવા દેવું, જેથી ખાંડનું પાણી બની જશે.
  5. પછી તપેલાને બારીક કપડું દોરી વડે બાંધી તડકામાં મૂકવું. રોજ એક વખત છુંદો હલાવવો,રાતે તપેલું ઘરમાં લઈ લેવું.
  6. 4-5 દિવસ બાદ સાકર બધી ઓગળી જશે. હવે તેમાં તજ,લવિંગ, અને કાશ્મીરી લાલ મરચું મિક્સ કરવું. જીરાને અધકચરું વાટીને તેમાં મિક્સ કરવું. પછી એક દિવસ બહાર રાખીને પછી બરણીમાં ભરી લેવો.
No Comments

Sorry, the comment form is closed at this time.