09 Nov કાજુના વડાં
- સૌ પ્રથમ કાજુ અને ચણા દાળને 2 કલાક પલાળી દો.
- પછી પાણીમાંથી બહાર કાઢી મિક્સર જારમાં નાંખો.
- હવે તેમાં લીલાં મરચાં, આદું , જીરું અને મરી નાંખી અધકચરું દળી નાંખો.
- હવે એક બાઉલમાં આ મિશ્રણને લઈ તેમાં ચોખાનો લોટ, વરિયાળી, હળદર, મીઠું અને કાજુના ટુકડા નાંખી બરાબર મિક્સ કરો.
- હવે તેલ ગરમ કરવા મૂકો.
- ત્યારબાદ તૈયાર મિશ્રણમાંથી નાના ગોળા વાળી તેને હથેળીથી ચપટા કરી ગરમ તેલમાં તળો.
- ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવા.
- તૈયાર છે ગરમા ગરમ કાજુ વડા.
Sorry, the comment form is closed at this time.