09 Nov કમલભોગ
બંગાળી કમલભોગ:
- સૌ પ્રથમ પનીરને બરાબર મસળીને એકદમ નરમ બનાવી દો.
- ત્યારબાદ તેમાં 1 ચમચી રવો, 1 ચમચી મેંદો અને 1 ચમચી ઓરેન્જ પાઉડર ઉમેરી હથેળીની મદદથી 5 મિનિટ સુધી બરાબર મસળી લો.
- ત્યારબાદ તેમાંથી મીડિયમ ગોળી બનાવી લો.
- ત્યારબાદ એક કડાઈમાં 3 કપ ઓરેન્જ જ્યૂસ ગરમ કરવા મૂકી તેમાં 1 ½ કપ ખાંડ ઉમેરી તેની ચાસણી લો.
- ચાસણી બની જાય એટલે તેમાં ઇલાયચી ઉમેરી દો.
- ત્યારબાદ તેમાં બનાવેલી ગોળી ઉમેરી દો.
- ગેસની ધીમી આંચ રાખીને 10-15 મિનિટ સુધી ઢાંકી દો એટલે ગોળીની સાઇઝ ડબલ થઈ જશે એટલે એકદમ પોચી બની જશે.
- પછી ચાસણી નિતારીને તૈયાર કમલભોગ સર્વ કરો.
કાજુ કમલભોગ:
- સૌ પ્રથમ ઠંડા કાજુને ક્રશ કરી એકદમ પાઉડર જેવા દળી લેવા.
- એક કડાઈમાં દૂધ ગરમ કરવા મૂકીને તેમાં ખાંડ નાખવી અને ખાંડને ઓગળવા દેવી.
- હવે તે દૂધમાં કાજુનો પાઉડર, મિલ્ક પાઉડર અને ઘી ઉમેરીને તેને બરાબર હલાવતા રહેવું.
- હવે તે કઠણ માવા જેવું બને ત્યારે ગેસ બંધ કરીને તેને એક સારા પ્લાસ્ટિકમાં લઈને તેને મસળવો.
- હવે તેને ત્રણ ભાગમાં ડિવાઈડ કરો.
- એક ભાગમાં ખાવાનો લાલ, બીજામાં પીળો અને ત્રીજામાં લીલો કલર મિક્સ કરવો.
- હવે લાલ કલરમાથી એકસરખા નાના ગોળા બનાવો.
- તે ગોળા ઉપર પીળા કલરનું લેયર લગાવો અને તેના પર લીલા કલરનું લેયર લગાડી દેવું.
- હવે તે પૂરા ગોળા ઉપર વરખ લગાડી દેવું અને ફોટોમાં બતાવ્યા મુજબ કમળની જેમ કટ કરવું.
- તૈયાર છે કાજુ કમલભોગ.
Sorry, the comment form is closed at this time.