કનોલી કોન

09 Nov કનોલી કોન

 1. એક મોટા બાઉલમાં મેંદો, મીઠું, તજનો પાઉડર અને કોકો પાઉડર નાંખી હલકા હાથે ભેગા કરો.
 2. હવે આ લોટના મિશ્રણમાં તેલ, પાણી અને વાઈટ વિનેગર નાંખી હાથેથી મિક્સ કરો.
 3. તેની ઉપર થોડાક-થોડાક ગ્રેપ જ્યૂસના છાંટા નાખતા જવું અને લોટ બાંધી દેવો.
 4. હવે તેની ઉપર કપડું ઢાંકી લો અને 5 થી 10 મિનિટ માટે રહેવા દો.
 5. 10 મિનિટ પછી, લોટમાંથી નાના-નાના લુવા લઈ બોલ્સ બનાવો અને તેને રોટલીની જેમ વણી લો.
 6. હવે વણેલી રોટલીને એલ્યુમિનિયમ કોન મોલ્ડ ઊપર ફરતે વીંટી લો, તેના એક છેલ્લા છેડાને પાણી વડે રોટલી પર ચોંટાડી દો.
 7. હવે આ મોલ્ડને રોટલી સાથે તળવાના વાસણમાં તેલ ગરમ કરી તળવા મૂકી દો.
 8. હવે કનોલી કોન તળાઈ જાય એટલે એક વાસણમાં તેને પેપર ટાવેલમાં કાઢી ઠંડું થવા દો, ત્યારબાદ તેને બીજા વાસણમાં લઈ લેવા.
 9. કોન ઠંડા થાય ત્યાં સુધીમાં ક્રીમ ફિલિંગ તૈયાર કરી લેવું.

ક્રીમ ફિલિંગ :

 1. હેન્ડ મિક્સર વડે ક્રિમ ચીઝ અને ખાંડને ફીણી લો.
 2. તેને હેવી વીપિંગ ક્રીમમાં ભેળવો અને તે થોડું હાર્ડ થાય ત્યાં સુધી મિક્સ કરતા રહો.
 3. હવે કોનમાં ક્રીમ ભરો.
 4. તેના પર ચોકલેટ ચિપ્સ નાંખી ડેકોરેટ કરો અને પીરસવા માટે કનોલી કોન તૈયાર છે.
No Comments

Sorry, the comment form is closed at this time.