09 Nov ઓરેન્જ નાનખટાઈ
- સૌ પ્રથમ એક મોટા બાઉલમાં થીજેલું ઘી અથવા માખણ, ઓરેન્જ એસેન્સ અને ખાંડનું મિશ્રણ લો.
- મિશ્રણ ક્રીમી ન થાય ત્યાં સુધી બીટર વડે ધીરે ધીરે હલાવો.
- હવે મેંદો, બેસન લોટ, રવા, બેકિંગ પાઉડર, એલચી પાઉડર, બેકિંગ સોડા અને મીઠું ચાળવું.
- માખણ અને ખાંડના મિશ્રણની અંદર લોટ ઉમેરી હલાવો.
- તદઉપરાંત, દૂધ ઉમેરો અને પછી આ મિશ્રણ બરાબર મિક્સ થાય ત્યાં સુધી મસળો. સોફ્ટ લોટ તૈયાર કરો.
- એક નાના બોલના કદના સહેજ સપાટ અને ચપટા ગોળા તૈયાર કરો.
- તેની ઉપર ડ્રાય ઓરેન્જ ના ટુકડા ચોટાડવા.
- કુકરની અંદર મીઠું કે રેતી ઉમેરી 10 મિનિટ પ્રિહિટ કરો.
- વચ્ચે થોડી જગ્યા રહે તેમ બિસ્કિટ માટેના લોટના બોલ એક પ્લેટ પર મૂકો
- કુકરના ઢાંકણને ઢાંકીને મધ્યમ, ધીમી આંચ પર 15 મિનિટ સુધી બેક થવા દો.
- અથવા તેને પ્રેહિટેડ ઓવેનમાં 180 ડિગ્રી તાપમાન પર 15 મિનિટ સુધી બેક કરો.
Sorry, the comment form is closed at this time.