09 Nov ઊંધિયું
- સૌ પ્રથમ બટાટાં, સૂરણ, રતાળુ, શક્કરિયાને મિડિયમ સાઇઝના ટુકડા કરવા.
- ગુવાર, પાપડી, વાલોળ, ફણસીને સમારી રાખવી.
- તુવેર, વટાણાના દાણા કાઢી રાખવા.
- નાના રવૈયાને બંને બાજુથી ચીરા કરી રાખવા.
- ટમેટા, કોથમીર, આદું, મરચાંની પેસ્ટ કરી રાખવી.
રવૈયા ભરવા માટેનો મસાલો:
- ચણાનો લોટ, ધાણાજીરું, લાલ મરચું, હળદર, મીઠું, ખાંડ, ગરમમસાલો, તેલ નાંખી મિક્સ કરી તે મસાલાથી રવૈયા ભરી લેવા.
મૂઠિયાં કરવા:
- ચણાનો લોટ, ઘઉંનો લોટ, મેથી, હળદર, લાલ મરચું, મીઠું, લીંબુનો રસ, બેકિંગ સોડા, તેલ ખાંડ ઉમેરી મિક્સ કરી તેના મૂઠિયાં વાળવા.
- હવે એક કડાઈમાં તેલ લઈ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, રાઈ, લાલસૂકું મરચું, જીરું, અજમો, હળદર, કોથમીર મરચાંની પેસ્ટ નાખવી.
- હલાવી 2 મિનિટ સાતળવું પછી પાપડી અને તુવેરના દાણા નાખવા અને 2 મિનિટ સાતળવા.
- બટાકાં, સૂરણ, રતાળુ, શક્કરિયા નાખવા.
- પછી રવૈયા નાંખી મિક્સ કરવું મીઠું નાખવું.
- ડિશ ઉપર ઢાંકી પાણી નાખવું.
- 4-5 મિનિટ ચડવા દેવું.
- દર 4-5 મિનિટે હલાવતા રહેવું.
- પછી રવૈયા ભરતા વધેલો મસાલો નાખવો, તેમાં ધાણાજીરું 2 ટેબલસ્પૂન લાલ મરચું 2-1/2 ટેબલસ્પૂન નાંખી મિક્સ કરવું.
- ફરી ઢાંકવું ચડવા દેવું પછી તેમાં ટમેટાની પેસ્ટ નાખવી.
- મૂઠિયાં 5-6 લઈ તેનો ભૂકો કરવો.
- હવે શાકમાં ખાંડ-2 ટેબલસ્પૂન, પાણી-અડધો વાટકો, મૂઠિયાંનો ભૂકો કરી નાખવો.
- પછી મુઠિયા નાખવા ત્યારબાદ ઢાંકી દેવું અને 5 મિનિટ પછી હલાવવું.
- ઉપરથી ગરમમસાલો, કોથમીર નાખવી.
Sorry, the comment form is closed at this time.