09 Nov આખા ટમેટાંનાં ભજિયાં
- સૌ પ્રથમ વઘાર માટે તેલ મૂકી તેમાં, આખા ધાણા, તમાલપત્ર અને લીલા વટાણા નાંખી વઘાર કરવો.
- તેમાં ગરમમસાલો, લાલ મરચું, આમચૂર, હળદર, ધાણાજીરું, લીલા ધાણા, આદું- મરચાંની પેસ્ટ અને બાફેલાં બટાટાંનો છૂંદો ઉમેરીને મિક્સ કરી દો અને લીંબુનો રસ ભેળવી બેટર તૈયાર કરો.
- ત્યારબાદ ચણાનો લોટ લઈ તેમાં થોડોક (1 ચપટી) સોડા, અજમો અને મીઠું નાંખીને ઘટ્ટ રાબડું તૈયાર કરો.
- ત્યારબાદ ટમેટાં એકદમ કડક લેવાના અને તેને ઉપરથી અડધો ઇંચ કાપી લેવાનું.
- અંદરથી જે રસ અને બી વાળો ભાગ છરીથી કાઢીને ખાલી ખોખા જેવા ટમેટાં તૈયાર કરી લેવાના.
- ત્યારબાદ ટમેટાની અંદર જે બટેટાંનો માવો બનાવ્યો છે તે દાબીને ભરી દેવાનું.
- પછી તે ભરેલા ટમેટાને ચણાના લોટના રબડામાં બોળી દેવાના.
- હવે એક કડાઈમાં તળવા માટે તેલ મૂકી એક એક ભજીયા પાડવા અને બ્રાઉન કલરના થાય એટલે ઉતારી લેવા.
- આ ભજીયા ને કટિંગ કરીને પીરસવા અને તેની ઉપર આમચૂર પાઉડર નાંખીને સર્વ કરી શકાય.
Sorry, the comment form is closed at this time.