09 Nov આંબળાનું અથાણું
- સૌ પ્રથમ આંબળાંને ધોઈ તેના નાના ટુકડા કરી ઠળિયા કાઢી નાખવા.
- ત્યારબાદ એક પેનમાં તલને શેકી લેવા અને પછી મેથીના દાણાને પણ શેકી બાજુમાં રાખી લેવા.(2-3 મિનિટ શેકવા)
- ત્યારબાદ શેકેલા તલ અને મેથીના દાણાને મિક્સરમાં કરકરા પીસી લેવા.
- હવે એક પેનમાં તેલ ગરમ કરવું તેમાં આંબળાં નરમ થાય ત્યાં સુધી સાતળવા ત્યારબાદ ગેસ બંધ કરવો.
- ત્યારબાદ સાંતળેલા આંબલમાં મીઠું, હળદર, પીસેલા તલ અને મેથીના દાણાનો ક્રશ મિક્સ કરવો.
- હવે આ મિશ્રણને ઠંડું થવા દેવું.
- હવે તેમાં લાલ મરચાં અને મિર્ચ પાઉડર ઉમેરી એક હવાબંધ ડબ્બામાં ભરી લેવું.
- 3 દિવસ બાદ આંબળાંનું અથાણું તૈયાર થઈ જશે.
Sorry, the comment form is closed at this time.