સીતાફળ

26 Nov સીતાફળ

સીતાફળ એ અસંખ્ય ઔષધિઓમાં સામેલ છે આ ફળ પાકેલું હોય ત્યારે બહારથી કડક અને અંદરથી નરમ અને ખુબ મીઠું હોય છે. તેનું અંદરનું ક્રીમ સફેદ રંગનું અને મલાઈદાર હોય છે. તેના બીજ કાળા રંગના હોય છે. સીતાફળ ખૂબ જ ઠંડાં છે અને વધુ પડતાં ખાવામાં આવે તો શરદી કરે છે. તેના આ ગુણને લીધે જ એનું નામ શીતફળ પડયું હશે. સીતાફળ પિત્તશામક તૃષાશામક અને ઉલટીને બંધ કરનાર, સૌન્દર્યવર્ધક, ઉર્જા વર્ધક, વાતદોષ શામક વગેરે જેવા ગુણ ધરાવે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.