શેરડી

26 Nov શેરડી

શેરડી એક પ્રમુખ પાક એટલે કે ખેત-ઉત્પાદન છે. શેરડીમાંથી ખાંડ, ગોળ, વગેરેનું નિર્માણ કરવામાં આવે છે. શેરડી શ્રમહર છે. થાકી ગયા હો તો શેરડી ચુસવી અથવા શેરડીનો રસ પીવો. થાક જતો રહેશે અને તાજગીનો અનુભવ થશે. શેરડી લીવરને તેના કાર્યમાં સક્રીય કરતી હોવાથી કમળા જેવા લીવરના રોગોમાં ખુબ હીતાવહ છે. શેરડીનો રસ આદુના રસ સાથે લેવાથી કફના રોગો, હરડે સાથે લેવાથી પીત્તના રોગો અને સુંઠ સાથે લેવાથી વાયુના રોગો મટે છે.

No Comments

Sorry, the comment form is closed at this time.