Maharaj
Bhajan on the occasion of Ghanshyam Maharaj’s 20th Patotsav, starting on May 1st.
Register Now!
Maharaj

Shree Swaminarayan Temple

Karelibaug - Vadodara | Kundaldham

Longest Audio Book

Karelibaug, Vadodara | May 20, 2022

સદ્‌.શ્રીઆધારાનંદ સ્વામી રચિત ‘શ્રીહરિચરિત્રામૃત સાગર’ ભગવાન શ્રીસ્વામિનારાયણનાં જીવન ચરિત્રો ધરાવતો હિન્દી ભાષાનો સૌથી મોટો ગ્રંથ છે.

આ ગ્રંથમાં કુલ ૨૭ પૂર, ૨૪૦૯ તરંગ અને ૧,૦૨,૫૬૪ દોહા-સોરઠા, ચોપાઈઓ છે. પૂ.ગુરુજી આ સંપૂર્ણ ગ્રંથની કથા કરી છે. તા.૧૦ જૂન, ૨૦૧૧ થી તા.૨૭ ઓક્ટોબર ૨૦૧૭ સુધી એટલે કે ૬ વર્ષ, ૪ માસ અને ૧૮ દિવસ અર્થાત્ ૨૩૩૨ દિવસ સુધી ચાલેલ આ કથાના કુલ ૨૪૪૦ કલાક, ૪૪ મિનિટ અને ૫૨ સેકન્ડ થયાં છે.

દેશ-વિદેશમાં લાઇવ બ્રોડકાસ્ટ થયેલ આ ‘સાગર કથા’થી હજારો લોકોના જીવનમાં સમજણ, સંસ્કાર અને સદ્‌ગુણ સિંચનનું અદ્‌ભુત કામ થયું છે. એક જ ગ્રંથ ઉપર સૌથી લાંબા સમય સુધી કથા થઈ હોય અને તે લાઇવ ટેલીકાસ્ટ થઈ હોય એવી દુનિયાની આ પ્રથમ ઘટના છે.

તેની જાણ ‘ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ્, એશિયા બુક ઓફ રેકોર્ડસ્, ઇન્ડિયા બુક ઓફ રેર્કોડસ્’ને થતાં તેમણે પ.પૂ.ગુરુજીના આવા અદ્ભુત કાર્યને ‘Longest Audio Book’ના ટાઇટલથી સ્થાન આપી પૂ.ગુરુજીને સન્માનિત કર્યા છે.

આ સપ્તાહ પારાયણ દરમ્યાન તા.૨૦/૦૫/૨૦૨૨ના રોજ આ ત્રણેય રેકોર્ડસ્‌ને ભારતના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથસિંહજી અને પૂ.ગુરુજીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું.